Skip to main content
Settings Settings for Dark

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના એકીકરણ પર સમજૂતી, હવે લોકલ QR કોડથી કરી શકાશે ચૂકવણી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે(20 એપ્રિલ) નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક બાદ બંને દેશોના નેતાઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લીએ જણાવ્યું હતું કે, વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને અમે ભારતમાં કોરિયા ફાઉન્ડેશન અને કોરિયન એજ્યુકેશન સેન્ટર હેઠળ કોરિયન ભાષા અને અભ્યાસના કાર્યક્રમોને વેગ આપીશું.

    દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે કહ્યું, "ભારતના લોકો અને પ્રધાનમંત્રી મોદી, હું તમારી પહેલ અને મને તથા મારા પ્રતિનિધિમંડળને આપેલા ઉષ્માભર્યા આતિથ્ય માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સૌથી ઝડપથી આગળ વધી રહી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે 8 વર્ષમાં પ્રથમવાર તમારા દેશની રાજકીય મુલાકાત લઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે."

    તેમણે ઉમેર્યું, "આજે પ્રધાનમંત્રી અને મેં આપણા સંબંધોને વધુ આગળ લઈ જવાના માર્ગો પર ઊંડી ચર્ચા કરી અને વૈશ્વિક તથા પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારો શેર કર્યા. વિશ્વની સૌથી મોટી વસ્તી અને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે ભારત 'ગ્લોબલ સાઉથ'માં એક નેતા તરીકે ઉભરી આવ્યું છે. તમારા 'વિકસિત ભારત 2047' વિઝન હેઠળ ભારત ખૂબ સારો વિકાસ કરી રહ્યું છે. રિપબ્લિક ઓફ કોરિયા પણ શિપ-બિલ્ડિંગ, સેમિકન્ડક્ટર અને કલ્ચરલ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યો છે."

    રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે જણાવ્યું હતું કે, "અનિશ્ચિતતાના આ સમયમાં અમે એ વાત પર સંમત થયા છીએ કે ભારત અને કોરિયા પરસ્પર વિકાસ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે સહયોગ માટે શ્રેષ્ઠ ભાગીદાર બની શકે છે. અમે શિપ બિલ્ડિંગ, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), નાણાં અને સંરક્ષણ જેવા વ્યૂહાત્મક ઉદ્યોગોમાં સહયોગ વધારવા અને સંસ્કૃતિ તથા લોકો વચ્ચેના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા પર પણ સંમત થયા છીએ."

    તેમણે વધુમાં જણાવ્યું કે, "અમારો હેતુ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના હાલના 25 બિલિયન ડોલરના વાર્ષિક વેપારને 2030 સુધીમાં વધારીને લગભગ 50 બિલિયન ડોલર કરવાનો છે."

    ડિજિટલ પેમેન્ટ અને સાંસ્કૃતિક સમજૂતી
    QR કોડ પેમેન્ટ: ભારત અને દક્ષિણ કોરિયાએ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમને જોડવા માટે એક MOU (સમજૂતી કરાર) પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી બંને દેશના નાગરિકો એકબીજાના દેશમાં પ્રવાસ દરમિયાન લોકલ QR કોડ સિસ્ટમનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. આ પગલાથી બંને દેશો વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે.

    વૈશ્વિક શાંતિ: પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ લીએ મિડલ ઈસ્ટની તાજેતરની ઘટનાઓ પર ચર્ચા કરી અને સંમત થયા કે ત્યાં સ્થિરતા અને શાંતિ પરત લાવવી વૈશ્વિક સુરક્ષા અને અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી છે.

    કે-પૉપ અને બોલિવૂડ: સિનેમા અને સંસ્કૃતિ અંગે તેમણે જણાવ્યું કે, 'ક્રિએટિવ ક્ષેત્ર' સંબંધિત સમજૂતી હેઠળ 'મુંબઈ-કોરિયા સેન્ટર' બનાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે અહીં કે-પૉપ (K-Pop) અને બોલિવૂડ મળીને એક નવો સાંસ્કૃતિક સહયોગ સ્થાપિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
apply