Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક કટોકટી વચ્ચે LPG બુકિંગ 99 ટકા પર પહોંચ્યું, અત્યાર સુધીમાં 4.93 લાખથી વધુ કનેક્શન સક્રિય

Live TV

X
  • કેન્દ્ર સરકારે સોમવારે(20 એપ્રિલ, 2026) જણાવ્યું હતું કે વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓને કારણે એલપીજી(LPG) પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે, પરંતુ સ્થાનિક ગ્રાહકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઉદ્યોગ સ્તરે ઓનલાઇન LPG સિલિન્ડર બુકિંગ વધીને 99 ટકા સુધી પહોંચી ગયું છે.

    પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ(DAC) દ્વારા થતી ડિલિવરી લગભગ 92 ટકા સુધી પહોંચી ગઈ છે, જેનાથી ગેસના પુરવઠામાં થતો ગેરરીતિ(ડાયવર્ઝન) અટકાવવામાં મદદ મળી રહી છે. આ કોડ ગ્રાહકોના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે.

    મંત્રાલયે માહિતી આપી હતી કે, ઘણા LPG વિતરકોએ રવિવારે(19 એપ્રિલ) પણ કામ કર્યું હતું, જેથી સ્થાનિક ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળી શકે. કોમર્શિયલ LPGના કુલ પુરવઠાને વધારીને કટોકટી પહેલાના સ્તરના લગભગ 70 ટકા સુધી પહોંચાડવામાં આવ્યો છે, જેમાં 10 ટકા સુધારા સાથે જોડાયેલા વધારાના પુરવઠાનો પણ સમાવેશ થાય છે. 23 માર્ચ 2026થી અત્યાર સુધીમાં 5 કિલોના ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરોનું વેચાણ 18.45 લાખથી વધુ થયું છે, જે વધતી જતી માગને દર્શાવે છે.

    સરકારે જણાવ્યું હતું કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના કાર્યકારી નિર્દેશકોની ત્રણ સભ્યોની સમિતિ રાજ્યો અને ઉદ્યોગ સંગઠનો સાથે મળીને એલપીજી સપ્લાયનું આયોજન કરી રહી છે. છેલ્લા 5 દિવસમાં સરેરાશ પ્રતિદિન 7,000 મેટ્રિક ટન કોમર્શિયલ એલપીજીનું વેચાણ થયું છે.

    ઓટો LPGનું વેચાણ ખાનગી કંપનીઓ પાસેથી ખસીને જાહેર ક્ષેત્રની (સરકારી) કંપનીઓ તરફ વધ્યું છે. વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પીએસયુ કંપનીઓએ તેમનો પુરવઠો વધાર્યો છે. કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં માગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

    માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 4.93 લાખથી વધુ પીએનજી(PNG) કનેક્શન સક્રિય કરવામાં આવ્યા છે, જ્યારે 5.51 લાખથી વધુ લોકોએ નવા કનેક્શન માટે નોંધણી કરાવી છે. 19 એપ્રિલ સુધીમાં લગભગ 39,200 ગ્રાહકોએ mypngd.in દ્વારા એલપીજી છોડીને પીએનજી અપનાવ્યું છે.

    સરકારના જણાવ્યા અનુસાર, તમામ રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલની પણ પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવામાં આવી છે, જ્યારે સ્થાનિક LPG ઉત્પાદન વધારીને માગને પૂરી કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply