ભારત અને પોર્ટુગલે આંતરિક સંબંધોને મજબુત બનાવવાનો કર્યો સંકલ્પ
Live TV
-
પોર્ટુગલના રાષ્ટ્રપતિ મર્સેલા રેબેલો ડીસોઝાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે સંબંઘોના વિવિધ પાસાઓ પર કરી વ્યાપક ચર્ચા.
પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો ડિસોઝા ભારતના ચાર દિવસના પ્રવાસે છે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના રાષ્ટ્રપતિએ દ્વીપક્ષીય સબંધો અંગે ચર્ચા સાથે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્વના તમામ મુદે વિચાર વિમર્શ કર્યો હતો. ભારત અને પોર્ટુગલ વચ્ચે વિવિધ ક્ષેત્રે 14 સમજૂતી સાથે પ્રતિનિધિ સ્તરની વાતચીત થઈ હતી. આ સમજૂતીમા ગુજરાતના લોથલ રાષ્ટ્રીય સમુદ્રી પરિસરના વિકાસ માટે સહયોગ માટે સમજૂતી કરી હતી. આ ઉપરાંત ઔદ્યોગીક અને બૌધ્ધીક સંપત્તિના વિકાસના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી કરાઇ છે. રાજકીય પ્રશિક્ષણ અને માહિતિના આદાન પ્રદાન માટે પણ સમજૂતી કરાઇ છે.
