ભારત અને ફ્રાન્સ વચ્ચે 14 સમજૂતિઓ પર હસ્તાક્ષર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ફ્રાન્સ અને ભારતની એક મંચ પર ઉપસ્થિતિ શાંતિમય વિશ્વ માટેનો સંકેત છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે દ્રિપક્ષીય વાતચીત બાદ સંરક્ષણ, સુરક્ષા, રેલવે, અંતરિક્ષ, પર્યાવરણ સહિત 14 સમજૂતિઓ પર હસ્તાક્ષર થયા છે. આ ઉપરાંત આતંકવાદ, આબોહવા પરિવર્તન, સતત વિકાસ અને પાયાની સુવિધાઓ સહિત સ્માર્ટ સિટી, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહયોગ અને યુવા એક્સચેન્જ સહિત તમામ મુદ્દાઓ પર બંને દેશો ઝડપથી કામ કરી રહ્યા છે. ભારત માં રોકાણ કરનાર દેશોમાં ફ્રાંન્સ નવમો સૌથી મોટી રોકાણકાર દેશ છે.
ગાર્ડ ઑફ ઑનર સાથે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત
ભારતના ચાર દિવસના પ્રવાાસમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમૈનુઅલ મેક્રૉંનું રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગતની સાથે ઇમૈનુઅલ મૅક્રૉંને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. આ અવસર પર ફ્રાન્સના પ્રમુખ ઇમૈનુઅલ મેક્રૉંએ પત્રકારો સાથેની વાત ચીતમાં કહ્યું હતું કે બન્ને દેશો વિશ્વની મોટા લોકશાહી દેશ છે અને અમારા વચ્ચેના ઇતિહાસીક સંબંધો રહ્યા છે.