ભારત અને માલદીવ સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય પ્રતિનિધિ સ્તરની મંત્રણા કરી
Live TV
-
ભારત અને માલદીવે સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા પ્રતિનિધિ સ્તરની મંત્રણા કરી છે. માલદીવની મુલાકાતે ગયેલા રાજનાથસિંહે માલદીવના સંરક્ષણમંત્રી મારિયા અહેમદ દીદી સાથે સંરક્ષણ ક્ષેત્રે નવી પહેલ તેમજ આ ક્ષેત્રમાં માળખાકીય વિકાસમાં સહકાર વધારવા અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આજે યોજાનારા ખાસ સમારંભમાં ભારત માલદીવના તટરક્ષક દળને ઝડપી પેટ્રોલિંગ જહાજ અને એક યુધ્ધ વિમાન આપશે. રાજનાથસિંહ માલદીવના રાષ્ટ્ર પ્રમુખ ઇબ્રાહીમ મહમ્મદ સોલીહ સાથે પણ મંત્રણા કરવાના છે. માલદીવની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ગયેલા રાજનાથસિંહની માલદીવના સંરક્ષણમંત્રીએ વિમાન મથકે આવકાર્યા હતા.
