Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 50 દિવસ પહેલા આયુષ મંત્રાલયે જયપુરમાં યોગ મહોત્સવનું આયોજન કર્યુ

Live TV

X
  • રાજસ્થાનમાં, આંતરરાષ્ટ્રીય યોગ દિવસને 50 દિવસ બાકી છે, ત્યારે જયપુરની શ્રી ભવાની નિકેતન કોલેજમાં એક ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિનો મૂળ પાયો યોગ છે. યોગ એ સ્વ-વિકાસનું સૌથી મોટું માધ્યમ છે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે જીવનને સફળ બનાવવા માટે આપણે યોગને અપનાવવો જોઈએ. 

    તેમણે કહ્યું કે આખી દુનિયા યોગને વિજ્ઞાન તરીકે અપનાવી રહી છે. સોનોવાલે જણાવ્યું હતું કે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આર્કટિક અને એન્ટાર્કટિક ક્ષેત્રમાં પણ સામાન્ય યોગ પ્રોટોકોલનું સાક્ષી બનશે.  સોનોવાલે જણાવ્યું હતું કે આયુષ મંત્રાલય, વિદેશ મંત્રાલય, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને ભારતીય નૌકાદળ પણ ઓશન રિંગ હેઠળ વિશ્વભરના મહત્વપૂર્ણ બંદરો પર સામાન્ય યોગ પ્રોટોકોલ પ્રદર્શનો યોજવાની શક્યતાઓ શોધી રહ્યા છે .કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્રસિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, કૈલાશ ચૌધરી, ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ પણ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply