Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગ દ્વારા દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ અને આંધીની ચેતાવણી આપવામાં આવી

Live TV

X
  • બદ્રીનાથ, કેદારનાથ અને હેમકુંડ સાહિબમાં હિમવર્ષાના કારણે સમસ્યાઓ વધી

    હવામાન વિભાગ દ્વારા દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ અને આંધીની ચેતાવણી આપવામાં આવી છે. વરસાદ અને આંધીના કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આજે વરસાદ અને થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી વગેરે રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વરસાદના કારણે દિલ્લી NCRમાં તાપમાનનો પારો ગગડ્યો છે. વરસાદને કારણે સોમવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 13 ડિગ્રી ઓછું હતું. આ સિઝન જ નહીં, વર્ષ 2021 પછી મે મહિનામાં સૌથી નીચું મહત્તમ તાપમાન છે. 

    ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જણાવી દઈએ કે કેદારનાથમાં આજે પણ હિમવર્ષા ચાલુ છે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું છે. બદ્રીનાથ, કેદારનાથ અને હેમકુંડ સાહિબમાં હિમવર્ષાના કારણે સમસ્યાઓ વધી છે. ચારધામ યાત્રાને પણ ઘણી જગ્યાએ અસર થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી રાજ્યમાં આ પ્રકારનું વાતાવરણ રહેશે. પહાડોમાં ભારે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડવાને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply