કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજથી કોરિયાના પ્રવાસે
Live TV
-
એશિયાઈ વિકાસ બેંકના નિદેશક મંડળની 56મી વાર્ષિક સામાન્ય સભામાં ભારતીય પ્રતિનિધી મંડળનું નેતૃત્વ કરશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી કોરિયા ગણરાજ્યના ચાર દિવસીય પ્રવાસે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયાઈ વિકાસ બેંક - ADBના નિદેશક મંડળની 56મી વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેશે. આ ઉપરાંત નાણામંત્રી રોકાણકારોને સંબોધિત કરશે તેમજ દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે. નાણામંત્રી વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ, ADBના સદસ્ય દેશોના નાણામંત્રીઓ સાથે પણ બેઠક કરશે. સાથે નાણામંત્રી વૈશ્વિક ઉદ્યોગજગતના દિગ્ગજો અને રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે.. તેઓ પ્રવાસી ભારતીયોને પણ સંબોધિત કરશે.
