પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં બીજા તબક્કાના બે દિવસીય ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી ચિત્રદુર્ગ, હોસપેટ અને સિંધાનૂરમાં જનસભાઓ સંબોધશે
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર અભિયાન તેજ થઈ ગયું છે. તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પુરજોશમાં પ્રચાર અભિયાનમાં લાગ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં બીજા તબક્કામાં પોતાના બે દિવસના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી ચિત્રદુર્ગ, હોસપેટ અને સિંધાનૂરમાં જનસભાઓ સંબોધશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આજે કલબુર્ગીમાં બપોરે રોડ શો કરશે. તો મુદાબિદારે, અંકોલ્લા અને બાલી હોંગાલામાં આવતીકાલે જનસભાઓ સંબોધશે .તો બીજી બાજુ રાજ્યમાં જનસભાઓ ગજવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પણ ત્રણ સભાઓને સંબોધિત કરશે. સાથે જ ત્રણેય સ્થળે વિશાળ રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે માંડ્યામાં જનસભા કરશે. અને ચિંતામણી, હોસ્કોટે અને સી.વી.રમણનગરમાં રોડ શો કરશે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી બે જનસભાઓ સંબોધશે અને ચિકમંગલૂરમાં રોડ શો કરશે. આ તરફ પૂર્વ પ્રધાનમંત્રી અને જનતાદલ સેક્યૂલરના નેતા એચ.ડી.દેવગૌડા અલગ અલગ સ્થળે જનસભાઓ અને રોડ શો કરી પોતાની પાર્ટી માટે મત માગશે.
