Skip to main content
Settings Settings for Dark

દેશમાં એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું

Live TV

X
  • દેશના આર્થિક મોરચેથી સારા સમાચાર મળી રહ્યાં છે. એપ્રિલ 2023માં જીએસટી કલેક્શનના આંકડાએ ઈતિહાસ રચ્યો છે. એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે, જેમાંથી CGST રૂપિયા 38 હજાર 440 કરોડ છે, SGST  રૂપિયા 47 હજાર 412 કરોડ છે, IGST  રૂપિયા 89 હજાર 158 કરોડ છે. ગયા વર્ષે એપ્રિલ 2022માં GST કલેક્શન 1.67 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે ગયા એપ્રિલની સરખામણીમાં આ એપ્રિલમાં જીએસટી કલેક્શન 12 ટકા વધુ થયું છે. 

    નાણાંકીય વર્ષ 2022-23 માટે કુલ ગ્રોસ કલેક્શન  રૂપિયા 18.10 લાખ કરોડ હતું, જે પાછલા વર્ષ કરતાં 22 ટકા વધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટીના રેકોર્ડ કલેકશન પર ખુશી વ્યક્ત કરી અને ટવીટ કરી જણાવ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટી ખુશખબર છે. નીચા કર દરો છતાં વધતો જતો કર સંગ્રહ એ દર્શાવે છે કે કેવી રીતે GSTએ એકીકરણ અને પાલનમાં વધારો કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply