Skip to main content
Settings Settings for Dark

ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર સમજૂતી માટે વાટાઘાટોનો આગામી તબક્કો જૂનમાં નવી દિલ્હીમાં યોજાશે

Live TV

X
  • ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર સમજૂતી માટે વાટાઘાટોનો આગામી તબક્કો જૂનમાં નવી દિલ્હીમાં યોજાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, વિદેશી વેપારના મહાનિર્દેશક, સંતોષ કુમાર સારંગીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે દિવાળી સુધીમાં વાટાઘાટો પૂર્ણ થવાની હતી, પરંતુ ઘણા કારણોસર તે લંબાઈ ગઈ છે. તેમણે કહ્યું કે બંને દેશો આ વાતચીતને વહેલી તકે પૂર્ણ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. સારંગીએ આશા વ્યક્ત કરી હતી કે પરામર્શનો દસમો તબક્કો  પાંચમી થી નવમી  જૂન દરમિયાન યોજાશે અને કેટલાક નક્કર પરિણામો પ્રાપ્ત થશે. ભારત અને બ્રિટન વચ્ચે આ સંવાદ 13 જાન્યુઆરી 2021 ના રોજ શરૂ થયો હતો, જેમાં 26 નીતિ ક્ષેત્રો અને મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

    સારંગીએ એ પણ માહિતી આપી હતી કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપાર કરાર પર પાંચમા તબક્કાની વાટાઘાટો ભારતમાં 19 થી 23 જૂન દરમિયાન યોજાવાની છે. આ સંબંધમાં માર્ચ 2023 સુધી પરસ્પર વાટાઘાટોના ચાર તબક્કા પૂર્ણ થયા છે. ચોથા તબક્કા સુધી, 21 નીતિ ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી અને 74 તકનીકી સત્રો યોજાયા હતા. બંને દેશોએ ભૌતિક અને સેવા ક્ષેત્રોમાં વિવિધ પદ્ધતિઓની વહેંચણી અંગે ચર્ચા કરી. ભારત અને કેનેડા વચ્ચેના વેપાર કરાર અંગે શ્રી સારંગીએ જણાવ્યું હતું કે માલ અને સેવા ક્ષેત્ર માટેની વાટાઘાટો આગળના તબક્કામાં પહોંચી ગઈ છે. 3 થી 6 એપ્રિલ દરમિયાન કેનેડાના ઓટાવામાં ચર્ચાનો સાતમો તબક્કો યોજાયો હતો. આ દરમિયાન, પરંપરાગત ક્ષેત્રો તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો, વેપાર, પર્યાવરણ અને શ્રમ જેવા મુદ્દાઓ પર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સંતોષ કુમાર સારંગીએ G-20 વિશે માહિતી આપી હતી કે 23 થી 25 મે દરમિયાન બેંગલુરુમાં વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની બીજી બેઠક યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply