Skip to main content
Settings Settings for Dark

ભારત અને યુરોપિય સંઘે વિશેષ રૂપે હિંદ પ્રશાંતને લઈને નિયમિત, વ્યાપક અને સ્પષ્ટ રીતે વાતચીત કરવાની જરૂર છે : વિદેશમંત્રી ડો. જયશંકર

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, માત્ર એશિયાને જ બહુધ્રુવીય બનાવથી વિશ્વ બહુધ્રુવીય બની શકે છે.  વિદેશમંત્રી ડો. જયશંકરે કહ્યું કે, ભારત અને યુરોપિય સંઘે વિશેષ રૂપે હિન્દ પ્રશાંતને લઈને નિયમિત, વ્યાપક અને સ્પષ્ટ રીતે વાતચીત કરવાની જરૂર છે. સ્વીડનના સ્ટોકહોમમાં યુરોપિય સંઘ હિન્દ પ્રશાંત મંત્રીસ્તરીય બેઠક દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યુ. યુરોપિયન સંઘ  અને હિન્દ પ્રશાંત  એકબીજાની સ્થિતિ પર જેટલું ધ્યાન આપશે ટેલિ વૈશ્વિક  બહુ-ધ્રુવીયતાની પરિકલ્પના  વધુ મજબૂત થશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં થઈ રહેલા પરીવર્તન પર યુરોપિય સંઘે ધ્યાન આપવું જોઇયે. 

    ડો જયશંકરે નેતાઓને વૈશ્વિકીકરણ, હિન્દ પ્રશાંત અને બજારમાં ભાગીદારીનો લાભ ઉઠાવવા જેવા 6 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહ્વાન કર્યું. વૈશ્વિકીકરણ વિષે વિદેશ મંત્રીએ કહ્યું કે, હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વિકાસ માટે પ્રૌધોગિકી, વેપાર જોડે જોડાયેલ મુદ્દામાં યુરોપિય સંઘની ભૂમિકા મહત્વપૂર્ણ છે, વધુમાં તેમણે કહ્યું કે, હિન્દ પ્રશાંત વૈશ્વિક રાજનીતિની દિશાનું કેન્દ્ર બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડો. જયશંકર યુરોપિય સંઘ, હિન્દ પ્રશાંત મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે ગઈકાલથી ત્રણ દિવસની સ્વીડનની મુલાકાતે છે. ડો. જયશંકરે ગઈકાલે સ્વીડન, જાપાન, ઇંડોનેશિયા અને સીંગપુરના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply