મહારાષ્ટ્રના અકોલા શહેરમાં, બે જૂથ વચ્ચે હિંસક અથડામણના પગલે કલમ 144 લાગુ કરાઈ
Live TV
-
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં, બે જૂથની ઝપાઝપીનાં પગલે અડધી રાતથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ નીમા અરોરાએ કર્ફ્યુના આદેશો આપ્યા છે અને પોલીસ અધિક્ષક સંદીપ ઘુગેએ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે. રાજેશ્વર મંદિરના જુના શહેર વિસ્તારમાં મધરાતે મારામારી થઇ હતી જેમાં બે લોકો ઘાયલ થયા હતાં. ઘટનાની જાણ થતાં અકોલાના જનપ્રતિનિધિઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ટોળાએ પોલીસ અને દુકાનો પર પથ્થરમારો કરી વાહનોને આગ લગાવી હતી. હુલ્લડ નિયંત્રણ પોલીસ, ફાયર ટેન્ડર અને પોલીસની અન્ય એક ટુકડી ઘટના સ્થળે પહોંચી જઇ ટોળાં પર કાબૂ મેળવ્યો હતો. વહીવટીતંત્રએ અફવા ન ફેલાવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
