Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નક્કી કરશે કર્ણાટકના મુખ્યમંત્રીનું નામ

Live TV

X
  • કર્ણાટકમાં ચૂંટણીમાં વિજય થયા છતાં કોંગ્રેસ મુખ્યમંત્રીની પસંદગી અંગે મુશ્કેલીમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રીનું પદ કોને આપવું તે અંગે અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે કરશે. ગઈકાલે બેંગ્લુરૂમાં થયેલા ધારાસભ્યોની બેઠકમાં એક લાઈનનો આ ઠરાવ સ્વસંમતિ પસાર કરવામાં આવ્યો કે ખડગે જ આગામી મુખ્યમંત્રીની પસંદગી કરશે. મુખ્યમંત્રી માટે કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પ્રબળ દાવેદારો છે. બંને નેતાઓ આજે દિલ્હી આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં શપથગ્રહણ સમારોહ ગુરૂવારે થવાનો છે.

    કર્ણાટકમાં મુખ્યમંત્રીની પસંદગી બાબતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સુશીલ કુમાર શિંદે (પૂર્વ મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર), જિતેન્દ્ર સિંહ (AICC GS) અને દીપક બાબરિયા (પૂર્વ AICC GS)ને કર્ણાટકના CLP નેતાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, જેમણે ગઈકાલે સાંજે રાજ્યના બે દિગ્ગજ નેતાઓ સાથે સાથે સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી. તેમણે જીત માટે રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. તેમજ પાર્ટીના મેનિફેસ્ટોમાં કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવાના વચનને વહેલીતકે પુરા કરાશે તેમ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply