Skip to main content
Settings Settings for Dark

સરકારે માછીમારોના કલ્યાણ માટે નવ વર્ષમાં રૂ. 38,500 કરોડ ફાળવ્યા

Live TV

X
  • દેશમાં મત્સ્યોદ્યોગના વિકાસ અને માછીમારોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે છેલ્લાં નવ વર્ષમાં 38 હજાર, પાંચસો કરોડ રૂપિયા ફાળવ્યા છે. કેન્દ્રિય મત્સ્યોદ્યોગ અને પશુપાલન તથા ડેરી વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર એલ. મુરૂગને આજે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, અગાઉનાં 65 વર્ષની સરખામણીએ આ ફાળવણીમાં બહુ મોટો વધારો છે. શ્રી મુરૂગને આજે પુડુચેરીમાં માછીમારોની ફરિયાદ નિવારણ સભામાં સંબોધતા આ માહિતી આપી હતી. 
    મંત્રીએ જણાવ્યું કે, તમિળનાડુના પુડુક્કોટાઇ જિલ્લામાં 76 કરોડ રૂપિયાના ખર્ચે દરિયી શેવાળનો ઉદ્યાન વિકસાવાઇ રહ્યો છે. આ ઉપરાંત કેસીમેડુ સહિત પાંચ માછીમારી બારાંને આંતરરાષ્ટ્રીય માપદંડોની સમકક્ષ વિકસાવાશે. તેમણે માછીમારોની લાંબા સમયની પડતર માંગણીઓ ઝડપથી ઉકેલવાની ખાતરી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply