ભારત-ઓમાન વચ્ચે આર્થિક ભાગીદારી કરાર : ખેડૂતો અને નિકાસકારોને મળશે મોટી તક
Live TV
-
ભારત અને ઓમાન વચ્ચે થયેલા 'વ્યાપક આર્થિક ભાગીદારી કરાર' (CEPA) ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે.
આ કરાર અંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ દ્વારા લખવામાં આવેલો લેખ સોશિયલ મીડિયા પર શેર કરતા પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, વિકસિત અને મિત્ર દેશો સાથેના આવા વ્યાપારિક સમજૂતીઓ દરેક ભારતીયના જીવનસ્તરને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ કરારથી ભારતીય નિકાસકારો માટે નવા આંતરરાષ્ટ્રીય બજારોના દ્વાર ખુલશે, જેથી નિકાસમાં વધારો થશે.વિવિધ ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગવંતી બનતા દેશમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.સમજૂતીને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે જેથી ભારતીય ખેડૂતોના હિતો સુરક્ષિત રહે અને તેમને તેમના ઉત્પાદનો માટે યોગ્ય વળતર મળે.પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર સતત એવા દેશો સાથે વ્યાપારિક કરારો કરવા માટે પ્રયત્નશીલ છે જે ભારતની આર્થિક પ્રગતિને નવી ગતિ આપી શકે. આ સમજૂતીઓ માત્ર આર્થિક સહયોગ જ નહીં, પરંતુ ભારત અને ઓમાન વચ્ચેની પરસ્પર સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરશે.
