Skip to main content
Settings Settings for Dark

ભારત-ચીન વિવાદ મામલે આજે કોર કમાન્ડર સ્તરની ત્રીજી બેઠક-લદાખના ચુશુલમાં થશે વાતચીત

Live TV

X
  • ભારત અને ચીન વચ્ચે લદાખમાં નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવને લઈને આજે ભારત અને ચીનની સેના વચ્ચે ત્રીજા તબક્કાની કમાન્ડર કોરની બેઠક યોજાવા જઈ રહી છે. લદાખના ચુશુલમાં સવારે સાડા દસ વાગ્યે આ બેઠક યોજાશે.

    આ અગાઉના બે તબક્કામાં L.A.C. પાર ચીનના મોલ્દોમાં ભારત અને ચીન વચ્ચે વાતચીત થઈ હતી. આજની આ બેઠકમાં બંને પક્ષ સીમા વિવાદને લઈને પેદા થયેલા તણાવને ઘટાડવાના મુદ્દા પર ચર્ચા કરશે.અને સ્થિતિને સામાન્ય બનાવવા માટે જરૂરી પગલાં બાદ સમજુતી કરવાના પ્રયાસો કરશે.

    દરમિયાન દેશની રક્ષા, એકતા અને સમપ્રભૂતા પર જોખમ હોવાના પગલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કરતાં દેશમાં 59 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક, યુસી બ્રાઉઝર., શેરઈટ., જેવા એપ્સનો સમાવેશ થાય છે. મિનિસ્ટ્રી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીના સેક્શન 69-એ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply