સરકારે જાહેર કર્યા અનલોક-2.0ના દિશા નિર્દેશ
Live TV
-
અનલોક 1.0નો આજે અંતિમ દિવસ છે., સરકારે આ માટે ગઈકાલે વિશેષ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આ પહેલા 30 જૂનના રોજ અનલોક-1 હેઠળ કોરોના સંકટના કારણે લગાવેલા લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી. જ્યારે અનલોક 2.0માં વધુ છુટ આપવામાં આવી છે. જેમ કે,. પહેલેથી શરૂ થયેલી ડોમેસ્ટિક ઉડાનોનો વિસ્તાર થશે. તેમજ રાત્રી કર્ફયૂમાં ઢીલ આપવામાં આવી છે તે મુજબ હવે રાતના 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી જ કર્ફ્યૂ રહેશે.
રાત્રીના માત્ર ઔદ્યોગિક યુનિટ્સ, જરૂરી સામાન લઈ જનારા વાહનો , ટ્રેનો, વિમાનોની મુવમેન્ટને મંજુરી આપવામાં આવી છે. દુકાનોમાં ઉપલબ્ધ જગ્યા અનુસાર દુકાન સંચાલક એક સાથે પાંચથી વધુ લોકોને બોલાવી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટ્રેનિંગ સંસ્થાઓ 15 જૂલાઈથી ખુલશે,. સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસીસ 31 જૂલાઈ સુધી બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા વંદે ભારત મિશન અંતર્ગત ઉડાનોની સંખ્યા વધારવામાં આવશે., જ્યારે મેટ્રો રેલ બંધ રહેશે. 31 જૂલાઈ સુધી કન્ટેઈન્મેન્ટ ઝોનમાં લોકડાઉન યથાવત રહેશે.
જ્યાં કન્ટેઈન્મેન્ટ ઝોન નથી ત્યાંની ગતિવિધિમાં છૂટનો નિર્ણય રાજ્ય સરકાર કરશે. રાજ્ય સરકારો , કેન્દ્ર શાસિત પ્રદેશ પરિસ્થિતિને જોતા કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર પ્રતિબંધો પર સ્વતંત્ર નિર્ણય લઈ શકશે. આરોગ્ય સેતુ એપના ઉપયોગ પર પ્રોત્સાહન આપવું પડશે. આ ઉપરાંત કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર પણ કેટલાંક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે, જેમાં મેટ્રો રેલ બંધ રહેશે.સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આ ઉપરાંત આવા જાહેર સ્થળો બંધ રહેશે.
આ તરફ મહારાષ્ટ્ર સરકારે 31 જૂલાઈ સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. જો કે, લોકડાઉનમાં પ્રતિબંધ લગાવવા કે, પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માટેનો અધિકાર જિલ્લા અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યો છે. તો તામિલનાડુના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવવાનો આદેશ આપ્યો છે. તો રાજ્યનાં ચૈન્નાઈ, મદુરાઈ. ચેંગલપેટ, તિરૂવલ્લુર અને કાંચિપુરમ જિલ્લામાં 5 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવાયું છે. તો આગામી સપ્તાહથી પ્રત્યેક રવિવારે સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
