ભારત દ્વારા IADWSના પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ, બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતામાં વધારો
Live TV
-
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- DRDO એ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ- IADWS ના પ્રથમ ઉડાન પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO,ભારતીય સશસ્ત્ર દળો અને ઉદ્યોગને ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમના સફળ વિકાસ બદલ અભિનંદન આપ્યા.
IADWS એક બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જેમાં તમામ સ્વદેશી ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ (QRSAM), એડવાન્સ્ડ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) મિસાઇલો અને હાઇ-પાવર લેસર-આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)નો સમાવેશ થાય છે.
