ભારત-ભૂતાન વચ્ચે 9 કરાર પર હસ્તાક્ષર, ભૂતાનમાં રૂપેકાર્ડની શરૂઆત
Live TV
-
ભૂતાનના વિકાસમાં ભારત પ્રમુખ ભાગીદાર - પ્રધાનમંત્રી
શનિવારે ભૂતાન પ્રવાસના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતાનના પ્રધાનમંત્રી લોટે શેરીગની હાજરીમાં નવ જેટલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.. જેમાં પ્રસારણ, જળવિધુત, ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રમુખ છે. આ ઉપરાંત પીએમ મોદીએ ભૂતાન ખાતે રૂપેકાર્ડની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત માટે સૌભાગ્યની વાત છે કે ભૂતાનના વિકાસમાં ભારત પ્રમુખ ભાગીદાર છે.
આ પૂર્વે ભૂતાન સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી. અગાઉ ભૂતાન નરેશના મહેલ ખાતે પીએમ મોદીનું પારંપરિક મધ્યકાલીન વેશભૂષામાં સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભૂતાન પ્રવાસ દરમિયાન પારો આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે પહોંચતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીની આગેવાની ખુદ ભૂતાનના પ્રધાનમંત્રી ડો. લોટે શેરીંગે કરી હતી.
