જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય તરફ
Live TV
-
હજથી પાછા ફરી રહેલા કાશ્મીરીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા-રાજ્યમાં સરકારી ઓફિસો ખુલી-પ્રશાસન દ્વારા તબક્કાવાર પ્રતિબંધ હટાવાઈ રહ્યાનું કર્યુ એલાન-સોમવારથી ખુલશે શાળાઓ-કાશ્મીરમાં 17 ટેલીફોન એક્સચેન્જ ચાલુ સ્થિતિમાં-કાલ સુધીમાં બાકીની સ્થિતિ પણ થસે સામાન્ય
જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી એક પત્રકાર પરિષદ કરીને ત્યાંની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે 22માંથી 12 જિલ્લામાં સંપૂર્ણ રીતે સ્થિતિ સામાન્ય છે. અત્યાર સુધીમાં કોઇના મૃત્યુ થયા નથી. કે કોઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા નથી. તેમણએ કહ્યું કે ધીરે ધીરે પ્રતિબંધ દૂર કરાશે. સોમવારથી સ્કુલ-કોલેજ શરૂ થઇ જશે. આ સાથે આવતી કાલથી શ્રીનગરમાં ફોન સેવા કાર્યરત થશે. ત્યાર બાદ ધીરે ધીરે બાકી જગ્યાએ ફોન શરૂ થશે.
