ભારત, મિડલ ઈસ્ટ અને યૂરોપ વચ્ચે ઈકોનોમિક કોરિડોર અને પાર્ટનરશિપ માટે ઐતિહાસિક સમજૂતી
Live TV
-
G -20 શિખર સંમેલનમાં India Central Festival Europe Connectivity Corridor ના લોકાર્પણ સમારોહમાં પ્રધાનમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે ભારતે હંમેશા મજબૂત કનેક્ટિવિટીને પ્રાથમિકતા આપી છે.કનેક્ટિવિટીએ પરસ્પર વિશ્વાસ વધારવાનું એક માધ્યમ છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે આ કોરિડોર પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવશે અને કોરિડોર કનેક્ટિવિટી તેમજ રોજગાર પ્રદાન કરશે. આ કોરિડોર ભવિષ્ય પર આધારિત છે. G-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક બાયોફ્યુઅલ જોડાણની શરૂઆત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની હાજરીમાં આ પહેલની શરૂઆત કરી છે. ભારત, અમેરિકા, બાંગ્લાદેશ, ઇટાલી,, અને આર્જેન્ટિના સહિત,, 11 દેશો આ પહેલનો ભાગ છે.
