Skip to main content
Settings Settings for Dark

ભારતની અધ્યક્ષતામાં દિલ્લીમાં G20 સમિટનો પ્રથમ દિવસ ઐતિહાસિક, દિલ્લી ઘોષણા પત્ર પર સર્વસંમતિ ભારતની સૌથી મોટી સફળતા

Live TV

X
  • દેશની રાજધાની દિલ્લીમાં ભારત મંડપમમાં જી-20 સમિટનો પ્રથમ દિવસ પર્ણ થયો છે. ભારતની આધ્યક્ષતામાં પ્રથમ દિવસ ઐતિહાસિક રહ્યો છે.તેમજ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ સૂચનો રજૂ કર્યા હતા.આ વૈશ્ચિક આયોજન દરમિયાન દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થાઓ દ્વારા ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષાથી લઇને સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને જળવાયુ પરિવર્તન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પ્રથમ દિવસ મહત્વની સંધિઓ પણ થઈ હતી.

    દિલ્લી ઘોષણા પત્ર પર સર્વસંમતિ

    દિલ્લીમાં ભારત મંડપમમાં G20નો પ્રથમ દિવસ સમાપ્ત થયો છે. પ્રથમ દિવસ ઐતિહાસિક નિર્ણયો સાથે ભારત માટે સફળ સાબીત થયો છે. વૈશ્વિક સ્તર પર બદલાવ માટે દિલ્લી લીડર્સ ઘોષણા પત્ર પર સર્વસંમતિ મેળવવામાં આવી છે જે એક ઐતિહાસિક ઘટના છે.

    આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય પદ 

    તેમજ આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય પદ આપીને ઔપચારિક ઘોષણા સાથે G20માં સમાવેશ કરવામાં આવ્યો હતો. આફ્રીકન યુનને કાયમી સભ્ય પદ બનાવવાના પ્રધાનમંત્રી મોદીની પહેલને વિશ્વએ સ્વિકારી છે.તેમજ પ્રધાનમંત્રી મોદીએ 'ગ્લોબલ બાયોફ્યૂલ અલાયંસ' લોન્ચ કર્યુ હતુ. જેમાં ભારત સહિત 11 દેશ જોડાયા છે. અમેરીકાના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ગ્લોબલ બાયોફ્યૂલ અલાયંસની પહેલની શરૂઆત કરવામાં આવી હતી.

     ઈકોનોમિક કોરિડોર માટે ઐતિહાસિક સમજૂતી 

    ઉપરાતં ઈકોનોમિક કોરિડોર અને પાર્ટનરશિપ માટે પણ ઐતિહાસિક સમજૂતી કરવામાં આવી હતી.  G -20 શિખર સંમેલનમાં India Central Festival Europe Connectivity Corridor ના લોકાર્પણ સમારોહમાં પ્રધાનમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે ભારતે હંમેશા મજબૂત કનેક્ટિવિટીને પ્રાથમિકતા આપી છે.કનેક્ટિવિટીએ પરસ્પર વિશ્વાસ વધારવાનું એક માધ્યમ છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે આ કોરિડોર પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવશે અને કોરિડોર કનેક્ટિવિટી તેમજ રોજગાર પ્રદાન કરશે. આ કોરિડોર ભવિષ્ય પર આધારિત છે. G-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક બાયોફ્યુઅલ જોડાણની શરૂઆત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની હાજરીમાં આ પહેલની શરૂઆત કરી છે. ભારત, અમેરિકા, બાંગ્લાદેશ, ઇટાલી,, અને આર્જેન્ટિના સહિત,, 11 દેશો આ પહેલનો ભાગ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply