Skip to main content
Settings Settings for Dark

ભારત-વિયેતનામ વચ્ચે 2030 સુધીમાં 25 અબજ ડોલરના વેપારનો લક્ષ્યાંક, આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે

Live TV

X
  • ભારત અને વિયેતનામે પરસ્પર આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 25 અબજ ડોલર સુધી વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા વિયેતનામના રાષ્ટ્રપતિ 'તો લામ' વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

    કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે સહયોગ
    બંને દેશોએ કૃષિ ઉત્પાદનો માટે બજારની પહોંચ સરળ બનાવવા પર સહમતી સાધતા નક્કી કર્યું છે કે, ભારતમાંથી દ્રાક્ષ અને દાડમ વિયેતનામ મોકલવામાં આવશે. વિયેતનામમાંથી ડ્યુરિયન અને પોમેલો (ચકોતરા) જેવા ફળો ભારત લાવવામાં આવશે. વિયેતનામે તેની સપ્લાય ચેઈનમાં વિવિધતા લાવવા અને સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા ભારત પાસેથી આયાત વધારવાની ખાતરી આપી છે.

    સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીમાં ભાગીદારી
    નિવેદન મુજબ, બંને દેશો હાઈ-ટેક, મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ, આઈટી, હેલ્થકેર અને પર્યટન જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારશે. આ ઉપરાંત, બંને દેશોના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઇનોવેશન સેન્ટરો વચ્ચેના સહયોગ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

    ડિજિટલ પેમેન્ટ અને સ્પેસ ટેકનોલોજી
    ડિજિટલ પેમેન્ટ: ભારતીય રિઝર્વ બેંક (RBI) અને સ્ટેટ બેંક ઓફ વિયેતનામ વચ્ચે ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય નવીનતા અંગેના કરારનું સ્વાગત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં QR કોડ આધારિત પેમેન્ટ પ્લેટફોર્મ કનેક્ટ કરવામાં આવશે, જેનાથી પર્યટન અને વેપારમાં સરળતા રહેશે.

    સ્પેસ અને ન્યુક્લિયર: વિયેતનામમાં 'આસિયાન-ભારત ટ્રેકિંગ અને ડેટા રિસેપ્શન સેન્ટર'ની સ્થાપનામાં થઈ રહેલી પ્રગતિને બિરદાવવામાં આવી હતી. સાથે જ પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ અને દુર્લભ ખનિજો (Rare Earth Elements) ના ક્ષેત્રમાં પણ સહયોગ વધારવામાં આવશે.

    તેલ અને ગેસની શોધ
    બંને દેશો તેલ અને ગેસના સંશોધન ક્ષેત્રે પણ ભાગીદારી વધારશે. વિયેતનામના કાયદા અને આંતરરાષ્ટ્રીય નિયમોને આધીન રહીને ભારતીય કંપનીઓ નવા કુવાઓના વિકાસમાં સક્રિય ફાળો આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply