ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છેઃ PM
Live TV
-
અર્થવ્યવસ્થા અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષોમાં દેશે લાંબુ સફર કાપ્યું છે. 2014માં જ્યારે સત્તા મળી હતી અને દેશમાં જે નિરાશાનો માહોલ હતો અને દુનિયા ભારતને આશંકાની સાથે જોતી હતી, પરંતુ અમારી સરકારે તમામ ક્ષેત્રોમાં ઝડપથી કામ કર્યું છે અને હવે સ્થિતિ બદલાઈ રહી છે.
રોજગારના સવાલ પર ગત ચાર વર્ષોથી સરકાર પર દબાણ કરતા વિપક્ષને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, રાજ્ય સરકારોએ રોજગાર સર્જન પર પોતાનો ડેટા જાહેર કર્યો છે અને જો રાજ્યોમાં રોજગારના અવસરો વધ્યા છે, તો કયા આધાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, દેશમાં રોજગારનું સર્જન થયું નથી.
પ્રધાનમંત્રીએ આંકડા દ્વારા જણાવ્યું છે કે, લાખો લોકોને રોજગાર મળ્યો છે અને નોકરીની તકો પણ ઓછી નથી. પ્રધાનમંત્રીએ સ્વરાજ પત્રિકાને આપેલા ઈન્ટરવ્યૂમાં વિપક્ષની તમામ ટીકાઓનો જવાબ આપ્યો છે અને કહ્યું કે, સરકારે છેલ્લા ચાર વર્ષમાં જે પગલાં ઉઠાવ્યાં છે, તેના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.