Skip to main content
Settings Settings for Dark

ભારત 11 ડિસેમ્બરથી નવી દિલ્હીમાં ચાર દિવસીય 27મી WAIPA વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સનું આયોજન કરશે

Live TV

X
  • આવતીકાલથી નવી દિલ્હીમાં ચાર દિવસીય 27મી WAIPA વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. ભારત સરકારની નેશનલ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન એજન્સી અને વર્લ્ડ એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર - યશોભૂમિ, નવી દિલ્હી ખાતે કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના નેજા હેઠળ, આ અત્યાર સુધીની સૌથી મોટી વિશ્વ રોકાણ પરિષદ હશે.
     
    કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલ 13મી ડિસેમ્બરના રોજ કાર્યના દાયકામાં વેપાર અને રોકાણની ભૂમિકા પર મુખ્ય વક્તવ્ય આપશે. પીયૂષ ગોયલ એક્સપિરિયન્સ ઈન્ડિયા સેન્ટર (EIC) પણ લોન્ચ કરશે, જેમાં વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, ઇન્ટરેક્ટિવ ટચ સ્ક્રીન અને પ્રોજેક્શન મેપિંગ સહિતની વિવિધ તકનીકો દ્વારા સેવાઓ, ટેક્નોલોજી અને ઉત્પાદનોમાં ભારતની શ્રેષ્ઠ ઓફરનું પ્રદર્શન કરવામાં આવશે.
     
    ભારતમાં પ્રથમવાર વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ યોજાઈ રહી છે. કોન્ફરન્સમાં 1000 થી વધુ પ્રતિભાગીઓ, 50 ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓ (IPA) અને વિવિધ બહુપક્ષીય એજન્સીઓ હાજરી આપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply