સંરક્ષણમંત્રી રાજનાથ સિંહનું કોર્પોરેટ ક્ષેત્રને ફરજિયાત જવાબદારીઓ ઉપરાંત દેશના ઉત્થાન માટે સ્વૈચ્છિક યોગદાન આપવા આહ્વાન
Live TV
-
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કોર્પોરેટ ક્ષેત્રને ફરજિયાત જવાબદારીઓ ઉપરાંત દેશના ઉત્થાન માટે સ્વૈચ્છિક યોગદાન આપવા માટે આહ્વાન કર્યું છે.
મુંબઈમાં કોર્પોરેટ સામાજિક જવાબદારી શ્રેષ્ઠતા એવોર્ડ સમારોહમાં સ્વૈચ્છિક યોગદાન અને વૈધાનિક જવાબદારીઓ વચ્ચેના તફાવત પર પ્રકાશ પાડતા, તેમણે કોર્પોરેટ જગતને સામાન્ય લોકો સાથે જોડાવાનું આહ્વાન કર્યું હતું.
સંરક્ષણ મંત્રીએ સુધારાની જરૂરિયાતવાળા ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો અને તેમને દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.રાજનાથ સિંહે કહ્યું કે લોકો હોય કે સરકાર, મૂળ ઉદ્દેશ્ય એક સારા રાષ્ટ્રની સ્થાપનાનો હોવો જોઈએ. રાજનાથ સિંહે સામાજિક જવાબદારીની પહેલ અને સરકારી યોજનાઓ વચ્ચે તાલમેલ સાધવાની હાકલ કરી હતી. તેમણે કોર્પોરેટ સેક્ટરને તેમની કંપનીના અસરકારક સંસાધનના ઉપયોગમાં શક્ય તેટલી અસરકારક રીતે તેમની સામાજિક જવાબદારીઓ નિભાવવા જણાવ્યું હતું અને તેના માટે વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં અચકાવું જોઈએ નહીં.
