ભારે વરસાદથી પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ - કાશ્મીરમાં 11 લોકોના મૃત્યુ
Live TV
-
ઉત્તરાખંડમાં પણ ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
દેશના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ તબાહી સર્જી રહ્યો છે. ભારે વરસાદથી પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ - કાશ્મીરમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તરાખંડમાં પણ ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલના કુલુ - મનાલીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ અત્યંત વણસી ચૂકી છે. બિયાસ નદીમાં ભારે પૂર આવ્યું હતું. તમામ રસ્તા અને ધોરીમાર્ગનું ધોવાણ થયું છે. લેહ-મનાલી હાઈવે, હાલમાં ટ્રાફિક માટે બંધ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે.
