Skip to main content
Settings Settings for Dark

ભૂતાનના વડાપ્રધાને લખ્યુ - "નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક Exam warriorsથી હું પ્રભાવિત

Live TV

X
  • ભુતાનનાં વડાપ્રધાન ભુતાનનાં પ્રધાનમંત્રી મોદીનું એક્ઝામ વોરિયર્સ વાંચી રહ્યા છે.

    PM નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે લખેલુ Exam warriors પુસ્તક ભારતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદગાર સાબિત થયુ પણ હવે આ પુસ્તકથી ભૂતાનના પ્રધાનમંત્રી ડૉ.લોતાય ત્સેરીંગે પોતાના સત્તાવાર ટ્વીટર પેજ પર ફોટો સાથે પુસ્તક વાંચતો ફોટો અને પુસ્તકની ઉપયોગિતા વિશે ખૂબ જ વખાણ કર્યા..તેમણે લખ્યુ છે કે 

    "નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક Exam warriorsથી હું પ્રભાવિત છું.  આ પુસ્તકમાં યોગા વિશે લખવામાં આવેલું પ્રકરણ ખરેખર વાંચવા જેવું છે. એક ડૉક્ટર તરીકે હું ભલામણ કરું છું કે, આ પ્રેક્ટિસ આરોગ્ય અને સૌના ભલા માટે છે. સુખી, તંદુરસ્ત અને સદા યુવાન રહેવા માટે યોગ જ એક રસ્તો છે"

    ભુતાનનાં વડાપ્રધાન ડૉ. લોતાય ત્સેરીંગ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો માટે લખેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સથી ખૂબ પ્રભાવિત થયા અને મોદીની ભૂતાનની મુલાકાત પહેલા આ વિશે ફેસબૂક પોસ્ટ લખી આ પુસ્તકનાં વખાણ કર્યાં અને મોદીનાં નેતૃત્વની પ્રશંસા કરી હતી..તેમણે લખ્યુ હતુ કે 

    "થોડા સમય પહેલા મારા પુસ્તક સંગ્રહમાંથી એક પુસ્તક કાઢ્યું. આ પુસ્તક ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ (exam warriors) હતું. હું જાણું છું કે, ભારતનાં વડાપ્રધાન તેમની અન્ય વિશેષતાઓની સાથે એક પત્રકાર પણ છે. યુવાનો માટે લખાયેલા આ પુસ્તકનાં પાનાં ફેરવ્યાં કે જેમાં પરીક્ષાના ડરને દૂર કરવાની વાત કરાઇ છે અને જીવનને બદલનારી છે.જેમ નરેન્દ્ર મોદી પોતે એટલા સરળ છે તેવી જ રીતે તેમણે લખેલા આ પુસ્તકનું વિષયવસ્તુ અને તેમાં વર્ણવેલા તેમના પોતાના અનુભવો ખરેખર બાળકોને સમજવા ખૂબ સહેલા છે.હું ભુતાનનો વડાપ્રધાન બન્યો તે પછી મારે બે વખત દિલ્હી (ભારત)ની મુલાકાતે જવાનું થયું અને મેં અનુભવ્યું કે, નરેન્દ્ર મોદી ખૂબ જ સરળ અને વિનમ્ર વ્યક્તિ છે. અમારા બંને વચ્ચે તરત જ આત્મિયતા બંધાઇ. અમારા વિચારોની આપ-લે કરી. નરેન્દ્ર મોદીને મળ્યો એટલે તરત જ હું પામી ગયો કે, આ માણસનાં ઇરાદાઓ નેક છે અને દેશને આગળ લઇ જવા માટે પરિવર્તન લાવશે."

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Exam warriors પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારં તેઓ વર્ગખંડમાં મોનિટર નહોતા બની શક્યા..આ વિશે ભૂતાનના પીએમે લખ્યુ છે કે 
    એક એવો વ્યક્તિ જે આજે કરોડો લોકોનું વિશ્વ સમક્ષ પ્રતિનિધિત્વ કરે છે અને તે વ્યક્તિ બાળકોને પરીક્ષા કેવી રીતે આપવી તેનું માર્ગદર્શન આપવા સમય કાઢે છે શું આ એક શ્રેષ્ઠતમ નેતાની નિશાની નથી ? તેઓ મૂલ્યોને મહત્વ આપે છે. બાળકો જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરે છે ત્યારે તેઓ પરીક્ષામાં ગુણ આપોઆપ મેળવે છે.

    છેલ્લે ભૂતાનના પીએમે લખ્યુ હતુ કે ભારત અને ભુતાન બંને દેશો વચ્ચે નવી મિત્રતાનું પ્રકરણ ખુલશે તેમ હું જોઇ શકું છું પણ આજે હું ભારત દેશને તેના સ્વતંત્રતા દિવસ પર શુભકામના પાઠવું છું. અને ભારતનાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply