રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદૈવ અટલ સ્મારક પર અટલજીને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
અટલજીની દીકરી નમિતા કૌલ ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારિકાએ પણ સ્મૃતિ સ્થળે જઇને અજંલિ આપી હતી
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્ય તિથિ છે. આ પ્રસંગે તેમના સમાધિ સ્થળ સદેવ અટલ સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ માટે પ્રાર્થનાસભા યોજાઈ. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની પહેલી પૂણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદૈવ અટલ સ્મારકે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ પણ વાજપાયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. અટલજીની દીકરી નમિતા કૌલ ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારિકાએ પણ સ્મૃતિ સ્થળે જઇને અજંલિ આપી હતી.ગયા અઠવાડિયે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પણ અટલજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જે સ્વપ્ન સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપાયી સાથે કરોડો દેશભક્તોનું હતું, તે હવે પૂર્ણ થયું છે.
