મતદાન કેન્દ્રો પર VVPATનો થશે ઉપયોગ, EVM પર ઉમેદવારોના રહેશે ફોટા
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણીમાં પારદર્શકતા જળવાઈ રહે તેમજ મતદાતાઓને અગવડ ન પડે તે માટે નવા અને વધુ કડક પગલા લીધા છે. લોકસભાની ચૂંટણીઓમાં તમામ સ્થળોએ વીવીપેટ મશીનોનો ઉપયોગ થશે. સાથે જ પારદર્શકતા જળવાઈ રહે તે માટે ઈવીએમ મશીન પર ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારનો ફોટો પણ હશે.
સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સાવચેતી રહે તથા શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા અંગેના અનેક પગલાંઓ પણ લીધા છે. આ વખતે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અનેક રસપ્રદ વાતો એવી છે જેનો અમલ પ્રથમ વખત થયો છે.
આ વખતે મતદાતાઓ 1950 ફોન નંબર ડાયલ કરીને તમામ જાણકારી મેળવી શકશે. દરેક બુથ પર વીવીપેટનો ઉપયોગ થશે. મતદાતાઓની સગવડ માટે મતદાન કરવા માટે અગિયાર વિકલ્પો અપાયા છે. આ વખતે મતદાતાઓને NOTA - નન ઓફ ધ અબોવનો વિકલ્પ અપાયો છે. સાથે જ રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મતદાતાઓને ભરમાવતી અને લલચાવવાના સાથે જ કોઈપણ રાજકીય પક્ષ માટે અજુગતી વાત કરવા માટે વધી રહેલા સોશીયલ મીડિયા માટે પણ ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે.
