પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંજલિ આપી
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, દાંડી કૂચે કોલોનિયલ શાસનના પાયા હચમચાવી નાખ્યા હતા. દાંડીકૂચ અન્યાય અને અસમાનતા સામેની લડતનું પ્રતિક બની હતી.
દાંડીકૂચને આજે 89 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંજલિ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, દાંડી કૂચે કોલોનિયલ શાસનના પાયા હચમચાવી નાખ્યા હતા. દાંડીકૂચ અન્યાય અને અસમાનતા સામેની લડતનું પ્રતિક બની હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, દાંડી કૂચના આયોજનમાં સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનિય છે કે, ઐતિહાસિક દાંડીકૂચન આજે 89 વર્ષ પૂર્ણ થચા. અમદાવાદ સાબરમતી આશ્રમથી સુરત નજીક નવસારીના દાંડી સુધી ઐતિહાસિક દાંડીકૂચ યોજાઇ હતી 12 માર્ચે 19030માં વહેલી સવારે ગાંધીજીએ તેમના 78 લડવૈયા સાથે સાબરમતી આશ્રમથી સવારે કૂચ શરૂ કરી હતી. દાંડીકૂચ દ્રારા મીઠાનો વેરો દેશના તમામ વર્ગના લોકોને એકસરખો રહે તે માટે મીઠાના કાયદાનો ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લોકજાગૃતિ લાવીને રાષ્ટ્રવાદની ભાવનાને કેળવવા માટે મીઠા સત્યાગ્રહ થયો હતો.
