Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી

Live TV

X
  • તુર્કીના રાષ્ટ્રપતિએ પુલવામા આતંકી હુમલાનો ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે તુર્કીના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. તુર્કીના રાષ્ટ્રપતિએ પુલવામા આતંકી હુમલાનો ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.  તે ઉપરાંત સાઉદી અરબના વિદેશ મંત્રીએ  આદિલ બિન , અહેમદે , અલ ઝુબેરે  ગઇકાલે નવી દિલ્લીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.  આ પહેલા તેમણે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ , મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે  આતંકવાદને કઇ રીતે ડામવો  તે અંગે ચર્ચાં થઇ હતી.  દરમિયાન , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , ગઇકાલે , આબુ ધાબીના યુવરાજ  અને સંયુક્ત અરબ અમીરાત  અને શસ્ત્ર્ સેનાના ઉપ-સર્વોચ્ચ કમાન્ડર  શેખ મોહમ્મદ , બિન જાયદ  અલ નાયગ સાથે  ફોન પર વાતચીત કરી હતી.  બંનેએ વ્યૂહાત્મક ભાગીદારી વધારવાની પ્રતિબદ્ધતા  વ્યક્ત કરી હતી.. તેમજ પીએમ મોદીએ ઓ.આઇ.સી. માં  ભારતને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવા માટે  તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply