મતદાન પર્ચી વિશે સપ્તાહમાં સોગંધનામું રજૂ કરો: SC
Live TV
-
સુપ્રીમ કોર્ટે21 પક્ષોના નેતાઓને કહ્યું છે કે તેઓ મતદાતા પર્ચીઓ વિશે, ચૂંટણીપંચના સોગંદનામા સંબંધિત પોતાનો જવાબ, એક સપ્તાહની અંદર દાખલ કરે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળ, વિપક્ષીનેતાઓએ આ અરજીમાં અનુરોધ કર્યો છે કે પ્રત્યેક વિધાનસભા મતક્ષેત્રની ઓછામાં ઓછી 50 ટકા મતદાન મશીનોની, મતદાતા પરચીઓની તપાસ કરવામાં આવે. મુખ્ય ન્યાયમુર્તી રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની પીઠે, વિપક્ષી દળોના વકીલ એ.એમ.સંઘવીને નિર્દેશ કર્યો છે, કે આગામી સોમવાર સુધી તેઓ પોતાનો જવાબ દાખલ કરે. ચૂંટણીપંચે, ગત શુક્રવારે સુપ્રીમકોર્ટને વિપક્ષીદળોની અરજી રદ કરવાનો અનુરોધ કર્યો હતો. પંચે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતુ કે વિપક્ષીનેતા પ્રત્યેક મતક્ષેત્રના એક મતદાનકેન્દ્રની પરચીઓને ગણવાની વર્તમાન વ્યવસ્થાને બદલવા વિશે, કોઈ મજબૂત તર્ક આપી શકી નથી
