Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશના ભોપાલમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મત્સ્ય સંપદા જાગૃતિ અભિયાન લોન્ચ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને આજે ત્રણ વર્ષ થયા પૂર્ણ,મધ્યપ્રદેશમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા મત્સ્ય સંપદા જાગૃતિ અભિયાનનો કરાવશે શુભારંભ

    મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે તથા માછીમારોની જીવન ગુણવત્તાને સુધારવા માટે શરૂ કરાયેલી યોજના પ્રધાન મત્સ્ય સમ્પદા યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર, 2020ના રોજ આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. ત્રણ વર્ષમાં આ યોજનાએ માછીમાર અને મત્સ્ય ઉદ્યોગમાં ઘણા પરિવર્તનો લાવ્યા છે. આ યોજનાએ માછીમારો માટે નવી નવી વિકાસની તકોમાં વધારો કર્યો છે. માછીમારી કરતા લોકો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. દેશમાં મત્સ્યપાલનએ રોજગાર તથા જીવનનિર્વાહનો મહત્વનો સ્ત્રોત છે. દેશના લગભગ 3 કરોડ માછીમારો મત્સ્ય પાલનને લગતા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. કેન્દ્ર સરકારે મત્સ્યપાલનના વિકાસ માટે મહત્વના નિર્ણયો કર્યા છે તથા યોજનાઓ બહાર પાડી છે. આ જ દિશામાં મત્સ્ય પાલનમાં રોકાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply