મધ્યપ્રદેશના શિવરાજસિહ ચૌહણ સરકારના મંત્રીમંડળનું કરાયું વિસ્તરણ, 3 નવા મંત્રિએ લીધા શપથ
Live TV
-
મધ્યપ્રદેશના મંત્રી મંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યુ છે. 3 નવા મંત્રીઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહીતના રાજ્યોમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ સ્થિતિ વચ્ચે મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા શિવરાજ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયુ છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના આજે કેબિનેટનો વિસ્તાર થયો છે. 3 નવા મંત્રિઓએ શપથ લીધી છે. રાજ્યપાલ મંગુભાઈ પટેલએ નવા મંત્રિઓના પદ અને ગુપ્તતાની શપથ અપાવી છે. નવા બનેલા મંત્રીઓમાં રિવા તાલુકાથી ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લા, બાલઘાટથી ગૌરી શંકર બિસેન અને રાહુલ લોધી મંત્રી બન્યા છે.
