Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશમાં સવારે નવ કલાક સુધી 6.32 ટકા અને મિઝોરમમાં 15 ટકા મતદાન થયું

Live TV

X
  • મધ્યપ્રદેશ વિધાનસભા 230 અને મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે મતદાન શરૂ થયું ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, યશોધરા રાજે અને કોંગ્રેસ નેતા કમલનાથે મતદાન કર્યું હતું.

    મધ્યપ્રદેશ વિધાનસભા 230 અને મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે મતદાન શરૂ થયું ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, યશોધરા રાજે અને કોંગ્રેસ નેતા કમલનાથે મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશમાં સવારે નવ કલાક સુધી 6.32 ટકા અને મિઝોરમમાં 15 ટકા મતદાન થયું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ભારે મતદાનની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું છે કે આજે મધ્યપ્રદેશમાં મતદાનનો દિવસ છે. પ્રદેશના બધા મતદાતાઓને મારો આગ્રહ છે કે તે પૂરા ઉત્સાહ સાથે લોકતંત્રના મહાપર્વમાં ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્ર લખી વોટ કરવા અપીલ કરી છે.

    મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે, 2 હજાર 907 ઉમેદવારો, મેદાનમાં છે. રાજ્યમાં, 65 હજાર 367 મતદાન કેન્દ્રોમાં ,મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ મિઝોરમ વિધાનસભાની 40 બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 209 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ અને ,એમ.એન.એફ. દ્વારા ,તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. ભાજપે, 39 બેઠક પર ,ઉમેદવારો ઉતાર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply