મન કી બાતઃ પ્રધાનમંત્રીએ ખેડૂતોને ઉદાહરણ આપી નવા કૃષિ કાયદા અંગે આપી માહિતી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે "મન કી બાત- 2" કાર્યક્રમની 18મી આવૃત્તિમાં દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતની સંસ્કૃતિ અને શાસ્ત્ર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
પ્રધાનમંત્રીએ એક ખુશખબરી લોકો સાથે share કરવાની સાથે પોતાના મનની વાતની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, 'મારા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતની શરૂઆતમાં આજે હું આપ સૌ સાથે એક ખુશખબરી વહેંચવા માંગુ છું. દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની બહુ જ જૂની પ્રતિમા કેનેડાથી ભારત આવી રહી છે. આ પ્રતિમા લગભગ 100 વર્ષ પહેલા 1913ની આસપાસ વારાણસીના એક મંદિરમાંથી ચોરી કરીને દેશની બહાર મોકલવામાં આવી હતી. આ માટે હું કેનેડાની સરકારનો આભાર માનું છું.'
આ સાથે જ આત્મનિર્ભર ભારત કેવી રીતે ક્રાંતિ લાવી રહ્યું છે તેનું પણ ઉદાહરણ પ્રધાનમંત્રીએ આપ્યું હતું. આ સાથે જ પ્રધાનમંત્રીએ અનેક ખેડૂતોનું ઉદાહરણ આપીને નવા કૃષિ કાયદાના ફાયદા જણાવ્યા હતા. આપણે હંમેશા પ્રકૃતિ સાથે રહીને પ્રેરણા લેવી જોઈએ. શ્રી અરવિંદોને યાદ કરીને દેશવાસીઓને ગુરુનાનક જયંતિ પર શુભકામના આપી હતી.
