ઔવેસી અને TRS હૈદરાબાદના વિકાસમાં રહ્યા નિષ્ફળઃ HM અમિત શાહ
Live TV
-
ગૃહમંત્રીએ કહ્યું, ઇન્ફર્મેશન ટેકનોલોજી હબ બનાવવા અમારી તત્પરતા - કોર્પોરેશનની ચૂંટણીમાં થશે ભાજપનો ભવ્ય વિજય
હૈદરાબાદ નગરનિગમની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરી રહી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ પણ આજે હૈદરાબાદ પહોંચ્યા હતા.
તેમણે ચૂંટણી પ્રચારના અંતિમ દિને હૈદરાબાદમાં રોડ શો કર્યો હતો. આ અગાઉ તેમણે હૈદરાબાદના પ્રસિદ્ધ ભાગ્યલક્ષ્મી મંદિરમાં લક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં દર્શન બાદ અમિત શાહે સિકંદરાબાદમાં રોડ શો યોજ્યો હતો.
આ દરમિયાન રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.રોડ શો બાદ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સાથે તેમણે કહ્યુ હતું કે, જો હૈદરાબાદની જનતા મોકો આપશે તો, ભાજપ હૈદરાબાદને વિશ્વનું આઈ.ટી. હબ બનાવવા પ્રયાસ કરશે. સાથે જ તેમણે A.I.M.I.M અને T.R.S પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઔવેસી અને ટી.આર.એસ હૈદરાબાદના વિકાસમાં વિઘ્નો ઉભા કરે છે.
