મન કી બાતઃ સ્કંદ પુરાણમાં એક દીકરીને 10 દીકરા સમાન ગણી છે - PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મહિલાઓની કામગીરીને બિરદાવી છે, તેમણે કહ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અવ્વલ છે.
પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કરતાં સૌપ્રથમ મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, "પ્રાચીન કાળથી લઈને આજ દિવસ સુધી અનેક મહિલાઓએ દેશને વિકસિત કરવાનું કામ કર્યું છે. 1લી ફેબ્રુઆરીએ કલ્પના ચાવલાની પુણ્યતિથિ છે. 1 ફેબ્રુઆરીએ કલ્પનાની સ્પેસક્રાફ્ટ દૂર્ઘટનામાં મોત નિપજ્યું હતું પરંતુ તેઓએ અનેક યુવતીઓને પ્રેરણા આપી."
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે, " આજે આપણી નારી શક્તિ આત્મનિર્ભર બની રહી છે. છત્તીસગઢની આદિવાસી મહિલાઓએ પણ અનેક ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. નકસલીઓ પ્રભાવિત વિસ્તારમાં અનેક મહિલાઓ ઈ રિક્ષા ચલાવી આત્મનિર્ભર છે." આ સાથે જ તેમણે કહ્યું કે, "મુંબઈનું માટુંગા સ્ટેશન ભારતનું એવું પહેલું સ્ટેશન છે જ્યાં દરેક મહિલા કર્મચારી છે."
"આપણાં સમાજમાં નારીને શક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેઓ પરિવાર અને સમાજને એક તાંતણે બાંધે છે. નારી શક્તિ હંમેશા આપણને પ્રેરિત કરતું હોવાનું પણ પીએમ મોદીએ ઉમેર્યું છે."
- "નારી શક્તિ માઈલ સ્ટોન સ્થાપિત કરે છે, રાષ્ટ્રપતિએ તેવી અસાધારણ મહિલાઓના જૂથ સાથે મુલાકાત કરી જેઓએ પોતપોતાના ક્ષેત્રોમાં કંઈક અસંભવને સંભવ કરી દેખાડ્યું છે. તેઓએ દરેક ક્ષેત્રની ફર્સ્ટ લેડી સાથે મુલાકાત કરી હતી. તેઓ આવનારી પેઢીઓને પ્રેરિત કરશે."પીએમ મોદીએ કહ્યું કે, "બિહારમાં 13 હજાર કિલોમીટરની હ્યુમન ચેન બનાવવામાં આવી. દહેજ અને બાલ વિવાહ સામે લડવા માટે રાજ્યએ સંકલ્પ લીધો હતો. આ રાજ્યની સરહદો સુધી જોડાતી ગઈ. જરૂરી છે કે સમાજ આવી બદીઓથી મુક્ત થાય. ન્યૂ ઈન્ડિયા માટે તે જરૂરી છે. સીએમ અને વહીવટી તંત્રની પ્રશંસા કરૂ છું."
- મોદીએ મન કી બાતમાં વધુમાં કહ્યું કે, "મૈસુરના દર્શને લખ્યું કે અમે પહેલાં 6 હજાર રૂપિયા પિતાના ઈલાજ માટે ખર્ચ કરતાં હતા. જન ઔષધિઓની મદદથી આ રકમમાં ઘટાડો થયો છે. મેં ઘણાં વીડિયો જોયા છે જેમાં આ પ્રકારનો લાભ લેવામાં આવ્યો છે. દર્શનએ વધુ લખ્યું છે કે તેમના પિતાના ઈલાજ પાછળ થતાં ખર્ચમાં 75 ટકાનો ઘટાડો થઈ ગયો છે. મને ખુશી થાય છે જ્યારે ઔષધિ કેન્દ્રો પર મળનારી દવાઓ બજારમાંથી 75થી 90 ટકા જેટલી સસ્તી હોય છે. 3 હજાર કેન્દ્ર દેશભરમાં ખોલવામાં આવ્યાં છે."