Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

Live TV

X
  • સંજય ભણસાલીને ફિલ્મ પદ્માવતને લઇને છેલ્લા કેટલાક સમયથી રાજપૂત સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે ફિલ્મ રિલીઝ થવાની તારીખે કરણીસેનાએ ભારત બંધનું એલાન આપ્યું હતું. ત્યારે બંધનો રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

    સંજય ભણસાલીને ફિલ્મ પદ્માવતને લઇને છેલ્લા કેટલાક સમયથી રાજપૂત સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે ફિલ્મ રિલીઝ થવાની તારીખે કરણીસેનાએ ભારત બંધનું એલાન આપ્યું હતું. ત્યારે બંધનો રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જો કે કેટલાક શહેરોમાં બસ સેવા પ્રભાવિત થઇ છે. તો કેટલાક જિલ્લાઓએ સ્વયમભૂ બંધ પાળ્યો છે. તંત્ર દ્વારા રાજ્યમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
    અમદાવાદમાં ફિલ્મ પદ્માવતના વિરોધને લઈને વહિવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર, થલતેજ અને ડ્રાઈવ-ઈન વિસ્તારમાં રેપિડે એક્શન ફોર્સ અને પોલીસના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. શહેરમાં મોટાભાગે જનજીવન રાબેતા મુજબનું છે. લોકો પોતાના ધંધા-રોજગાર અને નોકરીઓ પર નિર્ભયતાથી જઈ રહ્યા છે અને ફિલ્મના વિરોધને લઈને ઉભો થયેલો ભયનો માહોલ નહીં હોવાનું અને જનજીવનને રાબેતા મુજબનું હોવાનું શહેરીજનોએ જણાવ્યું હતું.
    સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં બંધની સૌથી વધુ અસર જોવા મળી છે. સાબરકાંઠા જિલ્લો સજજડ બંધ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં જાહેર મિલકતને નુકસાન ન પહોંચે તે માટે બસ સેવા પ્રભાવિત થઇ છે. ખેડબ્રહ્મા, ઇડર, તેમજ હિંમતનગરની બજારો સજ્જડ બંધ રહ્યા છે. બંધ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
    ભરૂચ શહેરની સ્થિતિ વિશે વાત કરીએ તો અહી કરણી સેનાએ આપેલા બંધના એલાન બાદ પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. ભરૂચના કોઇપણ થિયેટરમાં પદ્માવતી ફિલ્મ રજૂ ન હતી કરાઈ ત્યારે આ મામલે કરણીસેનાના કાર્યકરોએ સિનેમાગૃહના સંચાલકોનું ફુલ આપીને સન્માન કર્યું હતું. બંધને મિશ્રપ્રતિસાદ સાંપડ્યો છે.
    પદ્માવતના વિરોધમાં થયેલી તોડફોડ અને આગચંપી બાદ ફિલ્મના વિરોધ પર ઉતરેલા રાજપૂત સંગઠનોએ બંધનું એલાન પાછું ખેંચી લીધું છે. જેના પગલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ રાજપૂત સંગઠનોનો આભાર માન્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ નાગરિકોને શાંતિ જાળવવા અને વિકાસની ગતિમાં અવરોધ ન બનવા અપીલ કરી છે. ૨૫ જાન્યુઆરીએ રાજ્યમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને ,માટે તંત્ર સજાગ બન્યું છે. સુરક્ષા જાળવવા માટે બીએસએફની ૬ કંપનીઓ અને રેપિડ એક્શન ફોર્સની નવ કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply