'મન કી બાત' : સંકટ સમયે મદદ કરનાર જવાનોની બહાદુરીને સલામ : પીએમ
Live TV
-
આપણાં સમાજમાં નારીને શક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે પરિવાર અને સમાજને એક સૂત્રમાં બાંધીને રાખે છે. નારી શક્તિ હંમેશા આપણને પ્રેરિત કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 41મી વખત મન કી બાત રજૂ કરી હતી. પીએમ મોદીએ 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડેથી પહેલાં વિજ્ઞાનની વાત કરી. તેઓએ આ દરમિયાન ભારતીય વૈજ્ઞાનિક સીવી રમન અને જગદીશચંદ્ર બોઝની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે, "મને વિજ્ઞાનને લઈને અને સાથીઓએ પ્રશ્ન પૂછ્યાં છે. ક્યારેય આપણે વિચાર્યું છે કે પાણી રંગીન કેમ થઈ જાય છે? આ પ્રશ્નએ ભારતના એક મહાન વૈજ્ઞાનિકને જન્મ આપ્યો. ડો.સીવી રમન પ્રકાશકે પ્રકીર્ણન માટે નોબલ પ્રાઈઝ આપ્યું છે. 28 ફેબ્રુઆરીએ જ તેઓએ આ શોધ કરી હતી. આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે." પીએમ મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ખાસિયતો પણ જણાવી. આ ઉપરાંત તેઓએ લાઈટ બલ્બની શોધ અને તેમાં વારંવાર અસફળ રહેનારા એડિસનની વાત પણ જણાવી.
પીએમ મોદીએ સેના, ડિફેન્સ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરૂ છું, કે જેઓ કુદરતી આપત્તી સમયે બચાવ અને રાહતમાં જોડાય છે. આવા તમામ હીરોની સંખ્યા દેશમાં ઓછી નથી થઈ. અમારી ફાયર અને રેસ્ક્યુ સર્વિસ, નેશનલ ડિઝાસ્ટર ફોર્સ, સશસ્ત્ર સેના, પેરા મિલિટરી ફોર્સ આ તમામ સંકટ સમયે પહોંચનારા વીર જોવાનો છે કે, જેઓ પોતાની પરવા કર્યા વિના જ લોકોની મદદ કરે છે.