હેલીકોપ્ટર સેવાથી દીવ-દમણનો થશે વિકાસ: PMમોદી
Live TV
-
હેલિકોપ્ટર સેવા સહિત દમણના હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન આવ્યાં હતાં
હેલિકોપ્ટર સેવા સહિત દમણના હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન આવ્યાં હતાં. જેમાં પ્રારંભે સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે દમણ પહોંચ્યાં હતાં. જ્યાં વિશાળ જનમેદનીને સંબોધતાં વડાપ્રધાને વિવિધ વિકાસ કાર્યોને ખુલ્લા મુક્યાં હતાં. સાથે જ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર સેવાથી દમણ-દીવ વિકાસની મુખ્ય ધારામાં જોડાયાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણવાસીઓને કેમ છો કહી ભાષણ શરૂ કરતાં કહ્યું હતું કે, દમણવાસીઓ તમે વટ પાડી દીધો છે. આટલી જન સંખ્યામાં અગાઉ ક્યારેય કોઈ સભા થઈ નહીં હોય. દમણના વખાણ કરતાંકહ્યું કે આનંદ છે કે અહીં ખુલ્લામાં શૌચાલયથી મુક્તિ મળી ગઈ છે. અને સફાઈનું કામ પણ સારું ચાલી રહ્યું છે. ત્યારે હવે તમામ નાગરિકોની જવાબદારી છે. દમણને સાફ રાખવું.
વડાપ્રધાને કહ્યું હતું કે, હેલિકોપ્ટર સેવાથી દમણ અને દિવ વિકાસની ધારામાં આવ્યાં છે. દમણ ટુરીસ્ટ ડેસ્ટિનેશન છે. હેલિકોપ્ટર સેવાથી સોમનાથ દિવ અને અને સિંહને જોવા માટે લોકો સરળતાથી આવી જઈ શકશે. આ સેવાથી દમણ અને દિવની સાથે અમદાવાદની હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. જેથી હવે વિકાસની મુખ્ય ધારામાં દિવ દમણ આવી ગયાં છે.
દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને ઈ રીક્ષા, દીકરી જન્મ પર કીટ, સ્વાભિમાન કીટ, દિવ્યાંગોને વ્હિલચેર અને મોપેડ આપ્યા હતાં. સાથે પ્રશાસક પ્રફુલ્લ પટેલે પ્રારંભિક વકતવ્યમાં વડાપ્રધાન અને કેન્દ્ર સરકારની વિવિધ સ્કિમોની માહિતી આપી શબ્દોથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 20 જેટલા 451 કરોડના પ્રોજેક્ટને રિમોર્ટ કન્ટ્રોલથી ખુલ્લા મુક્યા હતાં.