ચૂંટણી પંચે 16 રાજ્યોની 58 રાજ્યસભા બેઠકો માટેનો કાર્યક્રમ જાહેર કર્યો
Live TV
-
ગુજરાતની ચાર રાજ્યસભાની સીટ માટે યોજાશે મતદાન
ચૂંટણી પંચે 16 રાજ્યોની 58 રાજ્યસભા બેઠકો માટેનો કાર્યક્રમ શુક્રવારે જાહેર કર્યો હતો. આ બેઠકોનું પ્રતિનિધિત્વ કરનાર સભ્યોનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલ-મેમાં સમાપ્ત થઇ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશમાંથી 10, મહારાષ્ટ્ર અને બિહારમાંથી 6-6, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાંથી 5-5 અને ગુજરાત-કર્ણાટકમાંથી 4-4 બેઠકો છે. આ અંગેની અધિસૂચના પાંચમી માર્ચે જાહેર કરવામાં આવશે. જો જરૂર પડશે તો 23 માર્ચે મતદાન કરવામાં આવશે. ચૂંટણી પંચ કેરલમાંથી રાજ્યસભાની એક બેઠક માટેની ચૂંટણી તે જ દિવસે કરાવશે. ગુજરાતની ચાર બેઠકોમાં હાલ અરૂણ જેટલી, મનસુખ માંડવીયા, પરૂષોત્તમ રૂપાલા અને શંકર વેગડ રાજ્યસભાના સાંસદ છે. જેમનો કાર્યકાળ એપ્રિલ-મેમાં પૂરો થશે.