સરકાર જનતાના પૈસાનો દૂરઉપયોગ સહન કરશે નહીં-PM
Live TV
-
દિલ્હીમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીનો આકરો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાની પરસેવાની કમાણી લૂંટનારને કડક સંદેશ આપ્યો છે. દિલ્હીમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ કોઇપણ સંજોગોમાં બચશે નહીં અને સરકાર તેમની સામે સખત કાર્યવાહી કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર જનતાના પૈસાનો દૂરઉપયોગ સહન કરશે નહીં. પીએમએ દ્વિતીય સંસ્થાઓમાં નિયમ અને નિયત બનાવી રાખવા પર ભાર દીધો અને કહ્યું હતું કે તે લોકો પુરી નિષ્ઠાથી પોતાનું કામ કરે, જેને મોનીટરીંગની જવાબદારી સોંપવામાં આવી છે. વળી પ્રધાનમંત્રીએ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાનું સમર્થન કરતા કહ્યું હતું કે આનાથી દેશની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડશે.