Skip to main content
Settings Settings for Dark

મહાત્મા ગાંધીની 150મી જયંતી પર સાંસદોને 'પદયાત્રા' કરવાની PMની અપીલ

Live TV

X
  • ભાજપ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત-ગાંધી જયંતિથી સરદાર પટેલ જયંતિ સુધી ભાજપના સાંસદો પોતાના મતવિસ્તારમાં કરશે પદયાત્રા.

    દિલ્હીમાં આજે ભારતીય જનતા પાર્ટીની સસંદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતીથી પટેલ જયંતી સુધી તમામ સાંસદોને પોતાના સંસદીય મતવિસ્તારમાં 150 કિલોમીટરની પદયાત્રા કરવાનું સૂચન કર્યુ છે. 

    જેના માટે બે અલગ-અલગ ગ્રૂપ બનશે અને સાંસદ એક દિવસ એક ગ્રૂપની સાથે પદયાત્રા કરશે. જેમાં ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. તેઓ દરરોજ 15 કિલોમીટરની પદયાત્રા કરશે અને તમામ બુથ કવર કરશે. રાજ્યસભાના સાંસદોને પણ સંસદીય વિસ્તારમાં પદયાત્રા માટે સૂચન કરાયું છે. પદયાત્રીના માધ્યમથી ગાંધીજીના વિચારો અને સંદેશનો પ્રચારની સાથે વૃક્ષારોપણ પણ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply