દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક, PM સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત
Live TV
-
સદસ્ય વૃદ્ધિ અભિયાન અંતર્ગત ભાજપની કમલમ્ ખાતે મળી બેઠક - મોટી સંખ્યામાં મંત્રીઓ રહ્યા ઉપસ્થિત - પંચામૃતમ સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત ,, વિચાર, ભૌગોલિક, યુવા, સામાજિક વૃદ્ધિ અભિયાન હાથ ધરાશે.
દિલ્હીમાં આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતીથી સરદાર પટેલ જયંતી સુધી તમામ સાંસદોને પોતાના સંસદીય મત વિસ્તારમાં 150 કિલોમીટરની પદયાત્રા કરવાનું, સૂચન કર્યુ છે.
જેના માટે બે અલગ-અલગ ગ્રૂપ બનશે અને સાંસદ એક દિવસ એક ગ્રૂપની સાથે પદયાત્રા કરશે. જેમાં ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. તેઓ દરરોજ 15 કિલોમીટરની પદ યાત્રા કરશે અને તમામ બુથ કવર કરશે. રાજ્યસભાના સાંસદોને પણ સંસદીય વિસ્તારમાં પદ યાત્રા માટે સૂચન કરાયું છે. તો પદયાત્રાના માધ્યમથી ગાંધીજીના વિચારો અને સંદેશના પ્રચારની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
