મહાત્મા ગાંધી@150: રાજઘાટ પર સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન, PM સાબરમતી આશ્રમ આવશે
Live TV
-
દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દિલ્હીમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમો યોજાયા છે. ત્યારે બાપુના સમાધિ સ્થળ રાજઘાટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાસુમન અર્પણ કરીને સર્વ ધર્મ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ તકે મોટી સંખ્યામાં રાજનેતાઓ અને ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં,. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બાપુના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત ભાજપના કાર્યકરી અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, તેમજ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ પર પહોંચીને બાપુને નમન કર્યા હતાં. તો પૂર્વપ્રધાનમંત્રી મનમોહનસિંહ , કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ રાજઘાટ પર પ્રાર્થનાસભામાં ભાગ લઈને બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં
