INX મીડિયા કેસ: પી ચિદમ્બરમની જામીન અરજી નામંજૂર
Live TV
-
કેસને પ્રભાવિત કરી શકે છે પી ચિદમ્બરમ: દિલ્હી હાઈકોર્ટે
INX મીડિયા મામલમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની જામીન અરજી અંગે દિલ્હી હાઈકોર્ટે સોમવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાથી ચિદમ્બરમને ઝટકો લાગ્યો છે. તેમની જામીન અરજીને કોર્ટે સ્વીકાર કરી ન હતી. કોર્ટે પોતાનો ચુકાદો આપતા સમયે કહ્યું હતું કે, ચિદમ્બરમ પુરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં, પરંતુ કેસને પ્રભાવિત કરી શકે છે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, તેઓ લોકસભાના સાંસદ અને બારના સદસ્ય છે તેમનો સમાજમાં પ્રભાવ છે. આવા સંજોગોમાં તે પુરાવાને પ્રભાવિત કરી શકે છે. શુક્રવારે હાઈકોર્ટે પોતાની સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
