બાપુની 150મી જન્મજયંતી: 100થી વધુ દેશોએ બાપુને યાદ કર્યા
Live TV
-
ગાંધીજીના ફોટો સાથે ટપાલ ટિકિટ છાપીને યાદ કર્યા
સમગ્ર દેશ આ વર્ષને ગાંધીજીની 150 મી જન્મ જયંતી વર્ષ તરીકે ઉજવી રહ્યો છે ત્યારે વિશ્વ પણ તેમાં પાછળ નથી. વિશ્વના 100 થી પણ વધુ દેશોએ ગાંધીજીના ફોટો સાથે ટપાલ ટિકિટ છાપીને આપણા બાપુને યાદ કર્યા છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, રશિયા, ઇજીપ્ત, જર્મની, બ્રિટન, અમેરીકા, યુનાઇટેડ અરબ અમિરાત, સિરીયા, શ્રીલંકા સહિત ઘણાબધા દેશોએ ગાંધી બાપુની ટીકીટ બહાર પાડી છે. આ તમામ ટપાલ ટીકીટોનું ઇન્ડીયા પોસ્ટના અમદાવાદ સર્કલ દ્વારા આવતી કાલથી ત્રણ દિવસ સુધી પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન નેશનલ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ ખાતે તા. 1 થી 3 ઓક્ટોબર સુધી જોઇ શકાશે. દેશમાં બહાર પડેલી ટપાલ ટીકીટ આપણને જોવા મળી જાય છે પરંતુ વિશ્વના દેશોએ બહાર પાડેલી ટપાલ ટીકીટો એક સાથે જોવા માટે આ પ્રદર્શનની મુલાકાલ લેવી જ પડે. દૂરદર્શન સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ગુજરાત સર્કલના પોસ્ટ માસ્ટર જનરલ રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાએ જણાવ્યું કે આ પ્રદર્શન સામાન્ય જનતા સહિત ટપાલ ટીકીટ સંગ્રહકર્તા માટે ખૂબજ મહત્વનું બની રહેશે.
